ગુજરાતટ્રેડિંગ

ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવશે 12 હજારની સહાય…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના આજે જાહેર કરી છે. ગુરુવારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રદૂષણરહિત ગ્રીન એનર્જીને પ્રમોટ કરવા માટે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી હતી.

જેમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૬૦ હજારની કિંમતના બેટરીથી ચાલતા ટુ-વ્હીલર ખરીદવા યુનિટદીઠ રૂ. ૧૨ હજાર અને કુલ રૂ. ૧૨ કરોડની, ૫ હજાર નંગ ઇ-રિક્ષા માટે યુનિટદીઠ રૂ. ૪૮ હજાર અને કુલ રૂ. ૨૪ કરોડની તેમજ ૧૦ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા એકમદીઠ રૂ. ૫ લાખ અને કુલ રૂ. ૫૦ લાખની સબસિડી અપાશે.

 આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.સાથે સાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close