ગુજરાત
હાઈકોર્ટના 12 કર્મચારી કોરોના પોઝિટિવ

હાઈકોર્ટની તમામ કાર્યવાહી 14 સપ્ટેમ્બર સુધી સ્થગિત
આગામી 14 સપ્ટેમ્બરથી કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવાની વાતને ધ્યાનમાં રાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટ પરીસરમાં કોરોના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં 9 સપ્ટેમ્બરના રોજ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 12 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન અનુસાર કોર્ટમાં સેનિટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી.
હાઈકોર્ટની જ્યુડિશિયલ એકેડેમી, ઓડિટોરિયમ, કાયદા ભવન, કોર્ટ રુમ, રેકોર્ડ રુમ, બેંક, પોસ્ટ ઓફિસ અને અન્ય તમામ જગ્યાઓને 12 સપ્ટેમ્બર 2020 થી સેનિટાઈઝ કરવામાં આવશે. હાઈકોર્ટની કામગીરી સેનિટાઈઝેશન પછી 16 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે