
સમગ્ર ગુજરાતમાં કોરોના તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. ગુજરાતમાં દરરોજના હજારો કેસ સામે આવે છે અને ધીરે ધીરે કોરોના સંકર્મિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. કુલ સંક્રમિતોની સંખ્યા 113,662 પર પહોંચી છે. એવાંમાં સમગ્ર ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,439 જેટલી છે અને કોરોનાને કારણે 3,213 લોકોએ જીવ ગુમાવ્યા છે.

લોકોના હવે કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ દુજરાતના અમુક શહેરોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કર્યું છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે 12 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાં આવ્યું છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.

ખેડબ્રહ્મા , સુરતના માંગરોળમાં , રાજકોટમાં અને જુનાગઢમાં આજથી કરીને આવનાર 12 દિવસો સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહશે. મુખ્ય બજાર બંધ રહેશે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.