ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1181 નવા કેસ, 9 નાં મોત, 1415 ડિસ્ચાર્જ,

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ચિંતાજનક આવી રહ્યો છે. સંક્રમણ મહાનગરોથી માંડી ગ્રામ્ય પંથક સુધી ફેલાય ચુક્યું છે. ખાસ કરીને શહેરો કરતા હવે ગામડાંઓમાં કોરોનાનાનો ભય વધારે જોવા મળી રહ્યો છે. સંક્રમણને કંટ્રોલમાં લેવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.
સમગ્ર ગુજરાતમાં કુલ 51,250 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 50,12,705 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,92,942 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,92,540 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 402 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં આજે બપોર સુધીમાં 32 કેસ અને 24 કલાકમાં 10 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. 913 દર્દી સારવાર હેઠળ છે અને 98 વ્યક્તિ સારવાર દરમિયાન સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ 267192 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2.65 ટકા પોઝિટિવ રેટ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના 32 પોઝિટિવ દર્દીનો વધારો થતા કુલ કેસ 3328 થયા છે.