લાખણીના વાસણથી 1.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

લાખણી તાલુકાના વાસણ (કુડા) થી સ્વિફ્ટ ગાડી દારૂ ભરીને શંકાસ્પદ રીતે નીકળતાં આગ થશાળા પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડી વાસણ(કુડા)થી જસરા તરફ જતાં રોડની સાઈડમાં ફસાઈ જતાં ગાડી ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી 359 નંગ અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસે ગાડી સહિત મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એન. જાડેજા તેમના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામેથી સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર નં. GJ-1-RJ- 4517 શંકાસ્પદ રીતે નીકળતાં પોલીસે તેમનો પીછો કરતો વાસણ(કુડા) થી જસરા તરફ જતા રોડ ઉપર ગાડી રસ્તાની સાઇડમાં ઉતરી જતાં ફસાઈ ગઈ હતી. જેથી ગાડીનો ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો. જે ગાડીમાં પોલીસે તપાસ કરતાં ગાડીની અંદરથી અંગ્રેજી દારૂની બોટલ નંગ 359 કિં.રૂ. 185500 તથા ગાડીની કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ કિં.રૂ. 485500નો મુદ્દામાલ કબજે લઇ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this