ગુજરાત
મોડાસા નજીકથી કારના બોનેટમાં સંતાડેલું 1.5 કરોડનું ચરસ પકડાયું

સોમવાર રાત્રિના સમયે કાશ્મીરથી ચરસનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડી રહેલા 16 કિલોના જથ્થાને દિલ્હી પાર્સિંગની કારના બોનેટમાં સંતાડેલા દોઢ કરોડના ચરસને વડોદરા તરફ જાય તે પહેલા નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ પીછો કરી મોડાસાના સહયોગ પેટ્રોલ પંપની આસપાસના વિસ્તારમાં પકડી કાશ્મીરી યુવકની ધરપકડ કરી હતી.
કારમાં ચરસનો જથ્થો ભરીને પસાર થવાની છે તેવી વાતની NCBને જાણ મળતાં અધિકારીઓ દ્વારા રાજસ્થાન તરફથી આવતા તમામ ખાનગી વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. દરમિયાન કાશ્મીરી યુવક કાશ્મીર તરફથી ચરસ લઈને રાજસ્થાનની સરહદ પાર કરી ગુજરાતમાંથી વડોદરા તરફ જતા પહેલા એનસીબી અધિકારીઓએ 16 કિલો ચરસ ઝડપી પાડ્વેયો હતો જે વેગનઆર કારના બોનેટમાં છૂપાવ્યો હતો.